ઓમ વિલામાં ચાલતા જુગારધામ પર દરોડો : 7 લોકો 50 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

- text


સ્થાનિક પોલીસની ગેરહાજરીમાં રાજકોટની રેન્જ રિસ્પોન્સ સેલ (આર.આર.સેલ)એ દરોડો પાડ્યો

ટંકારા : ટંકારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલામાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ગઈ કાલે સાંજે રાજકોટ રેન્જની આર.આર.સેલએ દરોડો પાડી બંગલામાં જુગાર સમતા સાત લોકોને ઝડપી 25 લાખની રોકડ સહિત કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતી.

રાજકોટ આઈજી હેઠળની રેન્જ રિસ્પોન્સ સેલની પોલીસ ટીમે ઓમ વિલામાં આવેલા ધવલ ભગવાનજી છત્રોલાના બંગલામાં દરોડો પાડ્યો હતો. જેમાં અંદર ચાલી રહેલા જુગરધામમાં બંગલાના કબજા માલિક ધવલ ભગવાનજી છત્રોલા, બાબુ રૂગનાથ ભાડજા, જીવરાજ મેધજી મોસાણ, હર્ષદ ભાણજી સંધાણી, પંકજ જૈન્તી છત્રોલા, રજનીકાંત ભવાન જીવાણી, મહેશ આર. પટેલને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 25,44,100 રૂપિયા અને લકઝરી કરો સહિત કુલ રૂ. 50,84,100નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આરઆરસેલની ટીમેં સ્થાનિક પોલીસને ઉઘતી રાખી જુગારની મોટી રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ શકે છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણીયા જુગાર રમતા અનેક શકુનીઓ ટંકારા પોલીસે પતા પ્રેમ ભુલાવી દીધો હતો. ત્યારે મોડી સાંજે 6 વાગ્યાના સુમારે આરઆરસેલની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ટંકારા ના સજનપર નજીક આવેલા લકઝરીયઝ ઓમ વિલામાં રેડ કરતા જુગારી ઝડપાયા બાદ સ્થાનિક પોલીસ ને જાણ કરી વિધિવત ગુનો દાખલ કર્યો છે. જેમા ફરિયાદી સરકાર તરફે રાજકોટ રેન્જના રશિક મનસુખ પટેલ દાખલ કરી છે. જ્યારે વધુ તપાસ સેલના પીએસઆઇ વી.બી.ચૌહાણ ચલાવી રહ્યા છે.

- text