દેવળીયા ગામની ચોકડી પાસે બે ગૌવંશને કુહાડીના ઘા મારનાર શખ્સની ધરપકડ

- text


 

હળવદ: હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી પાસે આજે બે ગૌવંશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દિધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જોકે ગૌવંશ પાછળ હાથમાં કવાડી લઈને દોડતાં એક શખ્સનો વીડિયો પણ વાયરલ થયો હતો ત્યારે આજે ગૌ પ્રેમી દ્વારા બે ગૌવંશ પર હુમલો કરવાના બનાવમાં એક શખ્સ વિરુદ્ધ નામ જોગ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે

હાલ પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે હળવદ પંથકમાં ગૌવંશ પર હુમલો થવાનો બનાવ સામે આવતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો સાથે સાથે હળવદ પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરમાં અગાઉ પણ ગૌવંશ પર હુમલા થવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે આજે ગૌવંશ પર કરાયેલ હુમલાને લઇ હળવદ પોલીસ મથકે નામ જોગ ગુનો નોધાયો છે.

- text

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ભરતભાઈ નારણભાઈ રબારીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે હું મારા ઘરેથી ગામની ચોકડી એ આવ્યો ત્યારે હાઈવે ઉપર માળીયા બાજુથી દસ-બાર ગાયો દોડતી ચોકડી બાજુ આવતી હતી જે ગાયો સાથે સહયોગ હોટલના ગ્રાઉન્ડમાં હરખાભાઈ છગનભાઈ અઘારા આ ગાયો પાછળ કુહાડી લઈને દોડતા હતા જેઓ એ એક નાની વાછરડી અને એક ગાયને કુહાડી નો એક-એક ઘા પણ માર્યો છે જેથી આ બંને ગયો ને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ શ્રીરામ ગૌશાળા ખાતે લઈ લાવવામાં આવી હતી આમ પોલીસે આરોપી હરખાભાઈ છગનભાઈ અઘારા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text