મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 11 શખ્સો ઝડપાયા

- text


મોરબી : શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાનું ચલણ છે. ત્યારે ગઈકાલે તા. 14ના રોજ મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી પાડવા રેઇડ પાડવામાં આવી હતી. આ દરમિયાન મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા કુલ 11 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- text

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબીના વાવડી રોડ પર મહેન્દ્રપરાના ખુણા પાસે આવેલ કપીલા હનુમાનજીના મંદિર પાસેથી જુગાર રમતા 5 શખ્સોને રોકડ રૂ. 7,300 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત, વાંકાનેર સીટી પોલીસ દ્વારા હશનપર ગામમાં આવેલ શક્તિપરામાં મેલડીમાંના મંદીર પાસેથી 6 શખ્સોને રોકડ રકમ રૂ. 4,550 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text