ટંકારા : દારૂના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો આરોપી ચોટીલાથી ઝડપાયો

- text


ટંકારા : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સાત માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

આજે તા. 15ના રોજ મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ હકીકત આધારે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી આમીરખાન આબીદહુશેનખાન પઠાણ (ઉ.વ. 28, રહે. ચોટીલા, કલ્પના ટોકીઝ સામે, તા.ચોટીલા જી. સુરેન્દ્રનગર)ને ચોટીલા મુકામેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપેલ છે. આમ, છેલ્લા સાત માસથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

- text

- text