હળવદમાં 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ : મામલતદારના હસ્તે ધ્વજવંદન

- text


૭૪ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોરોનાની મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યક્ષેત્રના કોરોના વોરિયર્સનું મામલતદારના હસ્તે સન્માન કરાયુ

હળવદ: હળવદની રાજોધરજી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવી છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને ધ્યાને લઈને હળવદ તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી સાદગીપૂર્ણ અને સોશિયલ ડીસ્ટનસ સાથે લિમિટેડ લોકોની વચ્ચે ઉજવણી કરવામાં આવી છે. હળવદ મામલતદાર બી. એન. કણજારીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, હળવદ ચીફ ઓફિસર સાગર રાડીયા, હળવદ પી.આઈ. પી. એમ. દેકેવાડીયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્ર પર્વ પ્રસંગે હળવદ મામલતદાર બી. એમ. કણઝરીયાએ તમામ દેશવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. બલિદાન આપનાર તમામ શહીદ વીરોને યાદ કરી સલામી આપી હતી. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી સ્વતંત્ર પવૅની સાદગીપુણૅ રીતે ઉજવણી કરવામાંઆવી હતી. આ તકે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા હતા. આમ, કોરોનાના પગલે સાદગીથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- text