મોરબી પોલીસ દ્વારા મહીલાઓમાં કાયદાઓ અંગે જાગૃતિ લાવવા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી પોલીસ દ્વારા મહીલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે સોશ્યલ મીડીયાના માધ્યમથી અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- text

આજે તા. 13 ના રોજ મહીલા કાનુન જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ઓડેદરા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન અન્વયે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉજવાતા મહીલા સશકિતકરણ પખવાડીયા અન્વયે દેશની તમામ સ્ત્રીઓ સક્ષમ બને અને પોતાની સાથે થતા અત્યાચારો સામે રક્ષણ મેળવી શકે તે હેતુથી મહીલા કાનુન જાગૃતિ દિવસ નિમિત્તે મોરબી પોલીસ પરીવાર દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમથી સ્ત્રીઓને લગતા કાયદાઓની સમજ આપવા માટે પ્રેઝન્ટેશન બનાવી મહીલાઓમાં જાગૃતી લાવવા અભીયાન શરૂ કરવામાં આવેલ છે. તેમજ સ્ત્રીઓને આ પ્રેઝન્ટેશનના માધ્યમથી જાગૃત કરવા માટે અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

- text