ગુરુવાર : સવારના 10થી સાંજના 4 સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

- text


છ કલાકમાં ટંકારામાં 50mm, મોરબીમાં 46mm, વાંકાનેરમાં 25mm, હળવદમાં 16 mm વરસાદ, માળિયામાં 03mm વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ઓળઘોળ બનીને ધીમીધારે વ્હાલ વરસાવી રહ્યા છે અને આજે દિવસભર ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. જેમાં આજે ગુરુવારે સવારના 10 વાગ્યાથી સાંજના 4 સુધીમાં ટંકારામાં બે, મોરબીમાં પોણા બે અને વાંકાનેરમાં 1 ઈચ, હળવદ અડધો ઇંચ અને માળીયામાં માત્ર 3 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સારા વરસાદને પગલે ખેડૂતોમાં હરખની લાગણી છવાઈ ગઈ છે.

- text

મોરબી જિલ્લામાં આજે ગુરુવારે સવારે 10 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું છે. મોરબી જિલ્લામાં એકંદરે સાર્વત્રિક વરસાદ પડયાના સત્તાવાર અહેવાલ મળ્યા છે. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજે ગુરુવારે સવારના 10થી સાંજના 4 સુધીમાં નોંધાયેલા વરસાદના આકડા મુજબ ટંકારામાં 50 મીમી એટલે બે ઈંચ, મોરબીમાં 46 મીમી એટલે પોણા બે ઈંચ, વાંકાનેરમાં 25 મીમી એટલે એક ઇંચ અને હળવદમાં 16 મીમી એટલે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મળિયામાં માત્ર 3 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે અને વધુ વરસાદ પડવાની શક્યતા છે. સતત વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા અને નિચાણવાળા વિસ્તારોમાં અમુક જગ્યાએ ઘરમાં પાણી ઘુસી ગયાની ફરિયાદ ઉઠી હતી. વરસાદને પગલે વાતાવરણ એકદમ ટાઢુંબોળ થઈ ગયું હતું. અને જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધીમી પાણીની આવક નોંધાઇ રહી છે.

- text