મોરબી : ખાનગી શાળાના શિક્ષકો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ

- text


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદન

મોરબી : મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક માટેની કાયદેસરની લાયકાત ધરાવતા હોય ખાનગી શિક્ષકોને રોજગારી પુરી પાડવા બાબતે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોવીડ-19ને લઇને સતત ચાલતા સ્કૂલ ફી વિવાદનો અંત સરકારના તા. 22ના રોજ લેવાયેલા નિર્ણયથી આવ્યો કે નહિ તે કહેવું બહુ મુશ્કેલ છે. શિક્ષણ જગતમાં મહત્વનું અંગ શિક્ષકો હોય છે. પછી તે સરકારી શિક્ષકો હોય કે ખાનગી શિક્ષકો. પરંતુ હાલની પરિસ્થિતિમાં પીસાતા ખાનગી શિક્ષકો માટે સરકાર તરફથી કોઇપણ જાતનું આશ્વાસન મળ્યું નથી. આવું ઓરમાયું વર્તન શા માટે? તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.

રાજ્યભરના 15 લાખ કરતા વધુ શિક્ષકો પ્રાઇવેટ શાળામાં વર્ષોથી શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે અને શિક્ષકની નોકરી મેળવવા માટે અભ્યાસ પૂર્ણ કરેલું છે પરંતુ કોઈપણ રાજ્યમાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોને નોકરી આપવાની જવાબદારી સરકારની હોય છે અને આ જવાબદારીમાં સરકાર દ્વારા પૂર્ણ થઇ નથી. અત્યારે ગુજરાતના 15 લાખ કરતા વધુ શિક્ષકોને પ્રાઇવેટ શાળાઓમાં નોકરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા. એવા સમયે કોરોનાની સ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી નોકરી વગરના કે પગાર વગરના થઈ જઇએ અને આર્થિક હાલત કફોડી થઈ જાય, તે પ્રકારની પરિસ્થિતિ એક ફી નહિ લેવાના પરિપત્રને કારણે થયેલી છે. આથી, એક સંવેદનશીલ સરકાર તરીકે લાયકાત ધરાવતા ક્વોલિફાઇડ શિક્ષકો હોવાથી મજૂરી કે અન્ય રોજગાર કરી શકે તેમ ન હોવાથી રોજગારી પૂરી પાડે અથવા સ્કૂલોને આર્થિક પેકેજ આપવા અથવા નોકરીઓ આપવા અથવા ફી લેવાની છૂટ આપવા અને સમસ્યાના નિરાકરણ તાત્કાલિક લેવા અપીલ કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, વર્તમાન સ્થિતિમાં 15 લાખ શિક્ષકો બેરોજગાર થઈ ગયા છે અને આ જ પરિસ્થિતિ રહી તો કેટલાક શિક્ષકો માટે તો આપઘાત કરવાની અને અનિચ્છનીય પગલાઓ લેવાની પણ શક્યતા છે. રાજકોટના એક પ્રિન્સિપાલે શાકભાજીની લારી આ સમયની અંદર કાઢવી પડે તે એક સંવેદનશીલ સરકાર માટે કેટલું યોગ્ય ગણાય? સરકારે કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરેલા છે. જેમાં ખેડૂતો, ઉદ્યોગો, નાના-વ્યવસાયોકારો માટે રાહતો જાહેર કરવામાં આવી છે પરંતુ એક પ્રાઇવેટ શિક્ષકો શા માટે આ પેકેજથી બાકાત રહે? શિક્ષણનો તો બંધારણની પાયાની જરૂરિયાતોમાં સમાવેશ કરેલો છે. શિક્ષણના માધ્યમ વડે જ તો કોઈપણ દેશ આર્થિક/સામાજિક પ્રગતિ કરી શકે છે. ગુજરાતની સંવેદનશીલ સરકારને પોતાની સંવેદના જાગૃત કરીને શિક્ષકો પ્રત્યે સંવેદના રાખી શિક્ષકોનો પરિવાર ચાલે તેટલું વેતન માટે પેકેજ આપવા અપીલ કરી છે. આ બાબતમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવે નહિતર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં કે દેખાવ કરવા પડશે અને આંદોલનના માર્ગે જવું પડશે તેવી ચીમકી આપી છે.

- text