મોરબી : શાંતિ ફીઝીયોથેરાપી ક્લિનિકની 18મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવતા ડો. ભાવેશભાઈ ઠોરીયા

- text


બાળકોની વિવિધ સમસ્યાઓ અંગે ઘરબેઠા વિનામુલ્યે ઓનલાઈન તપાસ તથા સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત મોરબીની સૌપ્રથમ ફીઝીયોથેરાપી ક્લીનીકના પ્રણેતા ડો. ભાવેશભાઈ ઠોરીયા દ્વારા ક્લીનીકની ૧૮મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બાળકોમાં રહેલી વિવિધ સમસ્યાઓ જેવી કે ઓટીઝમ, ADHD તેમજ લર્નિંગ ડીસેબિલીટી સહીતની તકલીફો અંગે વિનામુલ્યે ઓનલાઈન તપાસ તથા સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રવર્તમાન સમયે કોરોનાની વૈશ્વિક મહામારીમા બાળકો માટે બહાર નિકળવુ હીતાવહ નથી. તેથી, બાળકોને ક્લીનીક સુધી લાવવા અશક્ય હોય વિનામુલ્યે ઓનલાઈન સારવાર આપવાનુ નિર્ધારિત કર્યુ છે.

બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઓછી એકાગ્રતા, લખવા-વાંચવામાં તકલીફ, પોતાની ઉંમરના બાળકો સાથે હળવા-મળવામાં તકલીફ, વાણી વર્તન કે સમજવામાં તકલીફ, એકાકીપણુ વગેરે જેવા લક્ષણો ધરાવતા બાળકોના માતા-પિતા એ મો.નં-૯૮૨૫૩૧૩૮૯૭ પર કોલ કરી અપોંઈટમેન્ટ લેવાની રહેશે. ત્યારબાદ ક્લિનિક તરફથી તારીખ ૨૫-૭-૨૦૨૦ થી ૧૦-૮-૨૦૨૦ સુધીમાં કોલ કરીને બાળકોનું ઓનલાઇન ડીટેઈલ્ડ એસેસમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ વિડીયો કોલીંગ દ્વારા ઓન લાઈન માતા-પિતાનુ કાઉન્સેલીંગ કરવામા આવશે. તેમજ હોમ એક્સરસાઈઝ પ્લાન બનાવી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા હરહંમેશ સામાજીક જવાબદારીનુ વહન કરવામાં આવી રહ્યુ છે. જ્યારે પ્રવર્તમાન સમયે કોરોનાના કપરા કાળમાં જ્યારે બાળકોની સમસ્યાઓ વધી રહી છે ત્યારે બાળકોનુ વિનામુલ્યે તપાસ કરવાનુ આ પગલુ ખરેખર પ્રશંસનીય છે.

- text

- text