મોરબીના વોર્ડ નં. 5માં સ્ટ્રીટ લાઈટની સમસ્યા અંગે ચીફ ઓફિસરને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરના વોર્ડ નં. 5માં સ્ટ્રીટ લાઈટની સમસ્યા અંગે ત્યાંના જાગૃત નાગરિક કેયુરભાઈ પંડ્યા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૫ના વિસ્તાર બુઢાબાવા શેરી, પારેખ શેરી, ખત્રીવાડ વિસ્તાર, નાની બજાર મેઇન રોડ, રામનાથ મહાદેવ મંદિર પાસે આ તમામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો સળગતો પ્રશ્ન છે. જેની સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. આ વિસ્તારની ૬૦% જેટલી લાઇટ જ ચાલુ હોય છે તથા ૪૦% જેટલી લાઇટ બંધ હાલતમાં જ હોય છે. અને જે લાઇટ ચાલુ હોય છે તે પણ ૨૪ કલાક ચાલુ હોય છે. જેથી, વીજળીનો દુર્વ્યય પણ થાય છે. તો આ ૨૪ કલાક ચાલુ રહેતી લાઇટને જરૂરિયાતના સમયે જ ચાલુ રાખવી તથા બંધ થયેલ લાઇટ બને એટલી જલ્દીથી ચાલુ કરવા માટે તંત્રને અપીલ કરવામાં આવે છે.

- text

- text