ટંકારાની બજારોમાં વૈવિધ્યપૂર્ણ રાખડીઓની ભરમાર, નિયમોના પાલન સાથે વેચાણ શરુ

- text


ટંકારા : હિન્દૂ ધર્મમાં ભાઈ-બહેન માટેનો તહેવાર રક્ષાબંધન આગામી તા. 3 ઓગસ્ટના રોજ છે. જેમાં બહેન ભાઈને રાખડી બાંધી ભાઈની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે. ત્યારે હવે ટંકારાની બજારોમાં વૈવિધ્યપૂર્ણ રાખડીઓની ભરમાર જોવા મળી છે.

- text

ટંકારા શહેરની બજારોમા અવનવી ડિઝાઇન અને નાનેરા તથા મોટેરાઓને શોભે તેવી જાતજાતની રાખડીઓ ઉપલબ્ધ છે. રક્ષાબંધન નિમિત્તે વિવિધ કલાકૃતિઓ વાળી રાખડીઓથી બજાર ધમધમી રહી છે. કોરોનાના કહેર વચ્ચે સરકારે જાહેર કરેલા નિયમોના પાલન સાથે રાખડીઓનું વેચાણ શરુ કરી દેવામાં આવ્યું છે. તેમજ જે બહેનોને બહારગામ રહેતા ભાઈઓને રાખડી મોકલવાની હોય તેઓએ પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવાની શરુ કરી દીધી છે.

- text