તીડના નિયંત્રણ માટે શું કરવું? મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું માર્ગદર્શન

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે દરેક ખેડુતને ભલામણ કરવામાં આવે છે કે આજુબાજુના વિસ્તારમાં તીડનો ઉપદ્રવ જોવા મળેલ છે. તીડના ઉપદ્રવથી બચવા માટે નીચે મુજબના પગલા ભરવાથી તીડના આક્રમણથી બચી શકાય છે.

તીડના ઝુંડમાં કરોડોની સંખ્યામાં તીડ હોય છે. તે લગભગ દોઢથી બે ઇંચ લંબાઇનાં હોય છે, જે ઉભા પાકને થોડા જ કલાકમાં સાફ કરી નાખે છે. દરેક પ્રકારની લીલા પાનવાળી વનસ્પતિ ખાય છે. આ તીડનું ઝુંડ કોઇપણ વિસ્તારમાં સાંજના ૬ થી ૮ વાગ્યા સુધીમાં પહોંચી જમીન પર બેસી જાય છે અને ત્યાંજ આખી રાત પાકને નુકશાન કરે છે. બીજી સવારે ૭=૩૦ વાગ્યાની આજુબાજુ ઉડવાનું શરુ કરે છે.

(૧) તીડનાં ઇંડા મુકાયા હોય ત્યાં કલ્ટીવેટર અથવા રોટવેટર ચલાવી તીડ તથા ઇંડાનો નાશ કરી શકાય છે.

(૨) તીડના બચ્ચા મોટા થયા પછી સમુહમાં આગેકુચ કરતાં હોય છે ત્યાં અનુકૂળ જગ્યાએ લાંબી ખાઇ ખોદી તીડના આગળ વધતા બચ્ચા તેમાં પડશે અને ત્યારબાદ તેને દાટી દેવાં.

- text

(૩) આ તીડના ઝુંડ ખેતરમાં બેસતા અટકાવવા તથા ખેતરમાંથી ઉડાડવા માટે ખાલી ડબ્બા, ઢોલ વગાડી, દુર ભગાડી શકાય છે.

(૪) પ્રકાશપીંજર લગાવી થોડેઘણે અંશે નિયંત્રણ મેળવી શકાય છે.

(૫) આ તીડના ઝુંડ સાંજે ૬ થી ૭ જમીન પર બેસે છે અને સવારે ૩ થી ૭=૩૦ દરમ્યાન ઉડવાનું શરૂ કરે છે. આ સમયગાળામાં નીચે મુજબની જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

(૬) જે વિસ્તારમાં તીડનાં ઇંડા જ્યા મુક્યા હોય ત્યા મેલાથીઓન ૫.૦ ટકા અથવા ક્વીનાલફોસ ૧.૫ ટકા ૨૫ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો.

(૭) શાકભાજી અને તાત્કાલીક ઉપયોગમાં લેવાતાં પાકોમાં લીમડા આધારીત તૈયાર કિટનાશક ૪૦મિ.લી. + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરવો, જે તીડને ખાતા અટકાવી પાકને બચાવી શકાય છે.

- text