મોરબી જિલ્લામાં સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા હતી 4.8

- text


મોરબી : સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારે 7-40 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેમાં મોરબી જિલ્લામાં પણ આશરે 3-4 સેકન્ડ માટે અવાજ સાથે ધરતીકંપ અનુભવાયો હતો. આ આંચકો આવતા મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) એમ દરેક તાલુકામાં અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીત ઘરની બહાર દોડી ગયા હતા. સદ્દનસીબે જાનહાની થઇ હોય, તેવા અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે આ ભૂકંપ 4.8ની તીવ્રતાનો હતો. તેમજ રાજકોટ જિલ્લાથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર હતું.

- text

- text