મોરબીના સાવસર પ્લોટમાં પાઇપ લાઇન તૂટતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ, સ્થાનિકો પરેશાન

- text


મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં પાણીની પાઇપ લાઇન તૂટી ગઈ હતી. જેના લીધે તે વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ છે. આ સમસ્યાથી સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

આ બાબત અંગે સ્થાનિકોએ જણાવ્યું છે કે મોરબી શહેરના સાવસર પ્લોટ શેરી નંબર 6માં શ્રીજી ઓર્થોપેડિક હોસ્પિટલ પાસે પાણીની લાઈન તૂટેલી છે. આ બાબત અંગે મોરબી નગરપાલિકામાં ફરિયાદ છતાં કોઈ રિપેર કરવા માટે આવેલ નથી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી ભૂગર્ભ ગટર ભરાય જવાના લીધે છલકાય છે. અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. ગંદકી ફેલાય છે.

- text

વધુમાં, ઉનાળામાં પાણીના ફાંફા હોય છે. તો હાલમાં આ રીતે પાણીનો દુર્વ્યય થાય છે. તેમજ રાહદારીઓ તથા વાહનચાલકોને પણ તકલીફ પડે છે. આ સમસ્યાનો હજુ સુધી તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી, સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.

- text