વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ નેશનલ વર્ચ્યુઅલ ‘ઉદ્યમી ઉત્સવ’માં વક્તવ્ય આપશે

- text


‘ઉદ્યમી ઉત્સવ’ ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે યોજાનાર દેશની સૌથી મોટી ઓનલાઇન ઇવેન્ટ છે

વાંકાનેર : હાલમાં કોરોનાના કપરા કાળમાં મોટા આયોજનો કે કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ છે. આવા સમયમાં લોકો સોસીયલ નેટવર્કિંગ સાઈટના માધ્યમથી ઇવેન્ટ યોજી રહ્યા છે. તેવામાં ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે ‘ઉદ્યમી ઉત્સવ’ આગામી તા. 17 થી 20 જુલાઈના રોજ ઓનલાઈન યોજાશે. આ વર્ચ્યુઅલ ઇવેન્ટ ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે યોજાનાર દેશની સૌથી મોટી ઓનલાઇન ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ સ્પિકર તરીકે જોડાઈને પોતાનું વક્તવ્ય આપશે.

- text

વાંકાનેરમાં રહેતા મનસુખભાઇ પ્રજાપતિ રૂરલ ઇનોવેટર તરીકે કાર્યરત છે. તેઓ ‘મિટ્ટીકુલ’ સંસ્થાના ફાઉન્ડર છે. જે સંસ્થા માટીકલાના કારીગરો માટે કાર્યરત છે. વર્ષ 2010માં ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલા ટોપ 7 એન્ટરપ્રિન્યોરના લિસ્ટમાં તેઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓનલાઇન યોજાનારા ‘ઉદ્યમી ઉત્સવ’માં તા. 19ના જુલાઈના રોજ સવારે 10-30 થી 11 વાગ્યા દરમિયાન તેઓ વક્તવ્ય આપશે. જેમાં તેઓ ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ અંગે યુવાઓ તથા ભાગ લેનારાઓને માર્ગદર્શન આપશે. આ ઇવેન્ટની વધુ વિગત માટે www.udyamiutsav.com પર વિઝિટ કરવાની રહેશે.

- text