ગુરુવાર(2.45pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : જિલ્લાના કુલ કેસ થયા 151

- text


હળવદ તાલુકામાં 12મો કેસ નોંધાયો

હળવદ : ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં હળવદ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 151 થઈ ગયો છે.

હળવદમાં નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ હળવદ શહેરમાં વાણીયાવાડમાં રહેતા મનસુખભાઇ પોપટભાઈ મુંજપરા (ઉ.65)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. જે હાલમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હળવદમાં કોરોનાનો આ 12મો કેસ છે. હળવદ તાલુકાના 12 કેસમાંથી 4 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 7 લોકો સાજા થઈ ગયા છે અને એક કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે હળવદમાં આજે નોંધાયેલા નવા કેસની સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો 151 થઈ ગયો છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text