કોરોના સામેનો જંગ : વિશ્વાસ, વાસ્તવિકતા અને એકતાના બ્રહ્માસ્ત્ર સાથે…

- text


(હિટ વિકેટ..નિલેશ પટેલની કલમે)

મિત્રો , અત્યારે સૌથી વધુ બોલાતો કોઈ શબ્દ હોય તો એ છે ” કોરોના “.. જી હા સમગ્ર વિશ્વ , દેશ , રાજ્ય અને મોરબી જિલ્લા માં કોરોના શુ છે એ કોઈ ને પણ કહેવાની જરૂર નથી .. દિવસે ને દિવસે કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે .. આપણે અનલોક 2 ના તબક્કા માંથી પસાર થઈ રહ્યા છીએ .. ખરેખર તો લોક ડાઉન એટલે અજાણ્યા દુશ્મન સામે ની રણનીતિ અને હવે દુશ્મન રૂપી કોરોના ની ચાલ વિશે ઘણી માહિતી આપણાં વૈજ્ઞાનિકો એ પહોંચાડી દીધી છે એટલે આપણે લોક ડાઉન ની રણનીતિ બદલી ને અનલોક ના તબક્કા નો પ્રારંભ કર્યો હશે એવું હું માનું છું .. જોકે એક વાત જનતા નથી સમજી કે સરકાર જનતા સુધી સાચો મેસેજ ના પહોંચાડી શકી જે પણ કહો પરંતુ એક વાત જે દેખાઈ રહી છે એ એ છે કે આપણે માત્ર રણનીતિ બદલવાની હતી પણ આપણને તો એવું જ લાગવા લાગ્યું કે યુદ્ધ જ પૂરું થઈ ગયું . અને આ કદાચ એનું જ પરિણામ છે કે કોરોના રૂપી દુશ્મન આપણા પર હાવી થઈ રહ્યો છે .. શારીરિક જેટલી પણ તકલીફ કોરોના આપે છે એના થી વધુ તકલીફ માનસિક આપી ને પોતાને પ્રબળ દુશ્મન સાબિત કરી રહ્યો છે .. કોરોના સામે સામનો થઈ ગયો એ લોકો ચોક્કસ થી જાણી ગયા છે કે કોરોના દેખાય છે એટલો ખતરનાક નથી પરંતુ જે હજી કોરોના થી બચવામા સફળ રહ્યા છે એમને કોરોના નો ડર જેને કોરોના થયો છે એના થી વધુ છે .. જોકે આ સલામતી ની દ્રષ્ટિ એ એક એવું યુદ્ધ છે જેને જીતવા માટે માત્ર શારીરિક પ્રયાસો જ નહીં પરંતુ માનસિક તૈયારી ખૂબ જરૂરી છે અને આ તૈયારી જલ્દી કરી લેવી ખૂબ જરૂરી છે કારણ કે જો આપણે કોરોના ને એક સ્થિતિ પહેલા અંકુશ નહીં કરી શકીએ તો આવનાર સમય માં આપણા માટે વધુ કઠિન દિવસો પણ આવી શકે છે.મિત્રો હું જે કહેવા જઈ રહ્યો છું એ કહું એ પહેલાં મન માં એક વાત ધારી લો .. કે કોરોના એ કોઈની પણ ભૂલ નું પરિણામ નથી.. કોરોના એ માનવ સભ્યતા ઉપર આવી પડેલ એક આપત્તિ છે અને આપણે એ કોરોના રૂપી દુશ્મન સામે જંગ જીતવાનો છે..કોરોનાનું સંક્રમણ રોકવા માટે પહેલા તો સૌથી વધુ જરૂરી છે કે કોરોના શુ છે અને કેવી રીતે ફેલાય છે અને તેને આપણાથી દુર કેવી રીતે રાખી શકાય એ સમજવાની જરૂર છે .. સરકાર જાહેરાત કરે જ છે પરંતુ જનતા સુધી એ તમામ બાબતો અસ્પષ્ટ રૂપે જ પહોંચે છે ને કદાચ એટલે જ આપણે ફક્ત માસ્ક પહેરી ને કે ખિસ્સા માં સેનિટાઈઝર રાખી ને ખુદ ને સલામત માની લઈએ છીએ .. ખુદ ને બધી રીતે હોંશિયાર માની ને આપણે જ કોરોના ને જીતવાની તક આપી રહ્યા છીએ .. હાલ માં જે રીતે સામાન્ય જેવી લાઈફ આપણે જીવવા લાગ્યા છીએ એ સમય તો આવ્યો જ નથી હજી .. અનલોક પ્રક્રિયા એટલે કોરોના ની દહેશત ખતમ એવું બિલકુલ નથી .. પણ અનલોક એટલે કોરોના વિશે સંપૂર્ણ માહિતગાર થઇ ને બચી ને આગળ વધવા નો પ્રયાસ કરવો એ છે .. અર્થતંત્ર ને બચાવવા અનલોક પણ ખૂબ જ જરૂરી છે અને આપણે એનો અર્થ એવો લીધો કે પહેલા ની જેમ જ બધુ પૂર્વવત કરવું .. પરંતુ અહીં વાત સાવચેતી સાથે શક્યતઃ પૂર્વવત થવાની હતી . યાદ રાખજો કોરોના ત્યાં સુધી જ ખતરનાક નથી જ્યાં સુધી કેસ નો આંકડો આપણી સંખ્યા ની દ્રષ્ટિ એ ઓછો છે .. આટલો ઓછો આંકડો હોવા છતાં જો તંત્ર માટે સ્થિતિ સાંભળવી આટલી મુશ્કેલ છે તો વિચારી જુવો કે જો દેશ ની સંખ્યા ના 10 % લોકો પણ જો કોરોના થી સંક્રમિત થઈ જાય તો શું સ્થિતિ ઉભી થાય??મારી વાત નો અર્થ એવો બિલકુલ નથી કે તમે કોરોના થી ડરી જાવ પરંતુ એવો છે કે કોરોના પ્રત્યે સજાગ બનો અને એ પણ સાચા અર્થ માં બનો .. માત્ર સોસીયલ મીડિયા માં પોતાના જ્ઞાન નું પ્રદર્શન કરવાના બદલે જ્ઞાન નો ઉપયોગ કરી કોરોના ને કેવી રીતે દૂર રાખી શકાય એના માટે પ્રયાસ કરો એ જરૂરી છે . સરકારે આમ કરવુ જોઈએ ?.. પોલીસે આમ કરવું જોઈએ ?.. આરોગ્ય વિભાગ એ આમ કરવું જોઈએ ? .. એવા સવાલ ઉભા કરવાનો આ સમય બિલકુલ નથી આપણા દેશ પાસે જે ઉપલબ્ધ છે એના થકી જે થઈ શકે છે એટલું જ નક્કર થઈ શકવાનું છે અને બરાડા પાડી ને સ્થિતિ વધારે ખરાબ કરી ને પણ શું સ્થિતિ ઉપર અંકુશ આવશે ? .. ના ક્યારેય નહીં ..સ્થિતિ પર અંકુશ માટે ફક્ત ને ફક્ત દેશવાસીઓ એક થઈ ને કોરોના થી બચવાના પ્રયાસ કરે તે જ નક્કર જરૂરિયાત છે.

- text

સાથે સાથે હું એમ પણ કહીશ કે કોરોના થી ડરવું જ જોઈએ કારણ કે ડર વિના કોઈ પણ બાબત ગંભીરતા થી લેવાનું આપણને ફાવતું નથી . એટલે સૌથી પહેલા ડરવું જરૂરી છે પણ પછી બીજી જ સેકન્ડ એ વિચારી લો કે દેશ પર જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે સૈનિકો દુશ્મન ની શક્તિ ને નજરઅંદાજ નથી કરતા પરંતુ ગંભીરતા થી દુશ્મન ની શક્તિ ને સમજી ને યોગ્ય રણનીતિ બનાવી ને પછી દુશ્મન ના હથિયાર થી બચતા બચતા મંજિલ તરફ આગળ વધે છે એમ આપણે પણ કોરોના થી બચત બચતા આગળ વધવાનું છે પણ જ્યાં આગળ વધી જ રહ્યા છીએ ત્યાં કોરોના સામે માનસિક યુદ્ધ આપણા મન માં જ પહેલા જીતવું પડશે .. ટીકા થી દુર રહી ને આગળ વધવું પડશે .. કોરોના સામે દેશવાસીઓ ની રક્ષા માટે ઝઝુમી રહેલ ડોકટર્સ , પોલીસકર્મી કે સફાઈ કામદાર જેવા કોરોના વોરિયર્સ ની ભૂલ માફ કરી તેમની સ્થિતિ પણ સમજવી પડશે .. કોરોના ની સારવાર કરનાર ઉપર તો કોરોના નું જોખમ 24 *7 તોળાઈ જ રહ્યું હોય છે એટલે એમના જીવ પણ આપણા માટે આપણા જીવ જેવા જ કિંમતી ગણવા જોઈએ એવું હું માનું છું અત્યારે સમય ખામીઓ શોધવાનો નહીં પણ ખૂબીઓ ને બિરદાવી ને સૈનિકો ની હિમ્મત વધારવાનો છે આવું કરીશું ત્યારે જ કદાચ આ વિશ્વ ને ડરાવતો વાઇરસ ડરી ને આપણા થી દુર ભગશે કારણ કે એને પણ ખબર છે કે જીત કાયમ એકતા ની શક્તિ ની જ થાય છે ..

જયહિંદ..
નિલેશ પટેલ મોરબી

- text