મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ મુકાયો

- text


 

મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને ધંધો કરવાની મનાઈ ફરમાવી છે.જોકે જાહેરનામાનો અમલ 8 જુલાઈથી અમલ થવાનું દર્શાવ્યું છે.પણ આ જાહેરનામું છેક આજે પ્રસિધ્ધ કરાયું છે.

મોરબી જિલ્લા કલેકટરે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આ જાહેરનામાં જણાવ્યું છે કે ,મોરબીની મુખ્ય બજાર નગર દરવાજાની આસપાસ અનેક રેકડીઓ,કેબીનો તથા પાથરણાવાળાઓ બેસીને વેપાર ધંધો કરે છે.આ મુખ્ય બજાર હોવાથી લોકોની ભીડ અહીં વધુ ઉમટે છે.ઉપરાંત લારી ગલ્લા અને પાથરણાવાળાઓ મોટી જગ્યાઓ રોકી લેતા હોવાથી ખરીદી માટે આવતા લોકો માટે વાહન પાર્કિગની જગ્યા બચતી નથી.ટ્રાફિક વધુ થવાથી એકલ દોકલ વાહન નીકળી શકે તેટલી જ જગ્યા બચે છે.નહેરુ ગેટ ચોક આસપાસ વિશાળ જગ્યા છે પણ કેબીનો રેકડી વાળાઓ અને પાથરણા વાળાઓ મોટી જગ્યા રોકી લેતા હોવાથી ટ્રાફિક હળવો કરવા માટે એસપીની દરખાસ્તથી નહેરુ ગેટ આસપાસ કેબીનો,રેકડીઓ અને પાથરણાવાળાઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

- text

નગર દરવાજા ચોકથી સીપીઆઈ ચોક સુધી બન્ને સાઈડના રોડ ઉપર,નગર દરવાજા ચોકમાં આવેલ આર્યપાન પાછળની નાસ્તા ગલી ,રીક્ષા સ્ટેન્ડ ,નગર દરવાજા ચોકથી નગર દરવાજાની બન્ને સાઈડમાં આવેલ શેરીઓ, નગર દરવાજા ચોકથી શાક માર્કેટ તરફ જતા રોડની બંને સાઈડ પર ,નગર દરવાજા ચોકથી પૂનમ કેસેટ તરફના રોડ ઉપર કેબીનો,રેકડીઓ અને પાથરણાવાળાઓ બેસીને ધંધો નહિ કરી શકે. જાહેરનામાનો અમલ 8 જુલાઈથી 5 સપ્ટેમ્બર સુધીનો દર્શાવ્યો છે.

- text