મોરબી : CCIએ બંધ કરેલ કપાસની ખરીદીને તાકીદે ચાલુ કરવા માંગ

- text


ભારતીય કિસાન સંઘ દ્વારા અગ્રણીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

મોરબી : મોરબીમાં સી.સી.આઈ. દ્વારા બંધ કરેલ કપાસની ખરીદીને તાત્કાલિક ચાલુ કરવાની ભારતીય કિસાન સંઘના જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતોની માંગણી છે. આ બાબત અંગે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા તથા વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત રજુઆતમાં જણાવાયું છે કે હાલ કોરોનાના સમયમાં ખેડૂતોની એક પણ જણસના ભાવ પુરા મળતા નથી. તેમજ સરકાર દ્વારા પણ યોગ્ય રીતે ટેકાના ભાવની ખરીદી થતી નથી. ભારતીય કિસાન સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી તરફથી ચણાની ચાલુ ખરીદીમાં 2500 કિલોમાંથી માત્ર 540 કિલો ખરીદીનો નિર્ણય લઈ અને બાકી રહેલા ખેડૂત પર મોટો અન્યાય કરેલ છે. તેમજ હાલ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની અંદર 50 ટકાથી વધારે ખેડૂતોની ખરીદી બાકી હોવા છતાં સરકાર તેમજ સસીસીઆઈને વારંવાર રજૂઆત કરવા છતાં સીસીઆઈ દ્વારા નવા-નવા બહાના બતાવીને કપાસની ખરીદી ન કરવાના નાટકો ચાલુ કરેલ છે.

- text

ખેડૂતની દરેક જણસની ટેકાના ભાવની ખરીદીમાં કોઈને કોઈ રીતે બહાના કરીને દરેક ખરીદીમાં અન્યાય કરવામાં આવે છે. કપાસની ખરીદીના અન્યાયના પુરાવાની આ રજુઆતમાં નોંધ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનું સરકાર અને સીસીઆઇમાં રજૂઆત કરીને તાત્કાલિકના ધોરણે ખરીદી ચાલુ કરવામાં આવે એવી સંઘની માંગણી છે. ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને સંપૂર્ણ સુવિધા મળે, આવા સમયે આ કોરોના મહામારીમાં ખેડૂતને કારણ વગર કચેરીમાં ધક્કા ન થાય એટલા માટે સરકારએ ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવે. તેવી રજૂઆત કરવામાં છે.

- text