હળવદના અંધારી-મયુરનગર ગામનો બેઠોપુલ તૂટતા ગામ સંપર્ક વિહોણું

- text


ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં રહેલો બેઠોપુલ વરસાદના પાણીથી તૂટી ગયો

હળવદ : હળવદના અંધારી-મયુરનગર ગામનો બેઠોપુલ તૂટતા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં રહેલો બેઠોપુલ વરસાદના પાણીથી તૂટી ગયો હોવાથી ગામ લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ગામ લોકોએ આ પુલનું વહેલી તકે સંબધિત તંત્ર રિપેરીગ કામ કરે તેવી માંગ ઉઠાવી છે.

હળવદ પથકમાં બે દિવસ સુધી વરસાદ પડ્યો હતો. વરસાદના પાણી ફરી વળતા હળવદના અંધારી-મયુરનગર ગામનો બેઠો પુલ તુટી ગયો છે. આ બેઠોપુલ તૂટી જવાથી ગામલોકોની અવરજવર બંધ થઈ ગઈ છે અને આ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. આ અંગે ગામલોકોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે એક વર્ષમાં આ બેઠોપુલ તૂટી ગયો છે. પુલ તૂટી જવાથી ગામ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. આથી, ગામલોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. તેમની આ વેદના કોઈ સભાળતું ન હોવાનું પણ રોષ પૂર્વક જણાવ્યું હતું અને તંત્ર વહેલી તકે પુલનું યોગ્ય સમારકામ કરે તેવી ગ્રામજનોએ સંબધિત તંત્ર સમક્ષ માંગ કરી છે.

- text

- text