ગુજરાતના ખેડૂતોના પાક વીમાના રૂ. 14,125 કરોડના દાવાઓનું ચુકવણું તાકીદે કરવા રજૂઆત

- text


મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર તથા માર્કેટિંગ યાર્ડના કાઉન્સિલર કે. પી. ભાગીયા દ્વારા ગુજરાતના ખેડૂતોના પાક વીમાના રૂ. 14,125 કરોડના દાવાઓનું ચુકવણું ત્વરિત કરવા અંગે રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુને લેખિત રજુઆત કરવામાં આવી છે.

તેઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાજયના 10 લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજનામાં કપાસ/મગફળી જેવા પાક વીમાના દાવા હજુ સુધી ચૂકવાયા નથી, શા માટે? તેનું કારણ ખેડૂતોને સમજાતું નથી. રાજ્યભરના ખેડૂત અગ્રણીઓ કે જે સીધી કે આડકતરી રીતે ખેડૂત મંડળીઓ સાથે સતાધારી અને વિરોધ પક્ષ સંચાલિત કૃષિ મંડળીઓને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર આ ગંભીર સમસ્યા પર કયા કારણોસર ધ્યાન આપતી નથી? તે પણ પ્રશ્ન કિશાનોને સતાવી રહ્યો છે.

- text

સને 2016 થી 2020 સુધી પાક વીમા યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતો પાસેથી કેટલી રકમનું પ્રિમીયમ વસુલ કર્યું, તે સામે કેટલી રકમ વીમા પાત્ર પેટે ચુકવાઇ, તે અંગેની નોંધ રજુઆતમાં કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

વર્ષ 2016માં રૂ. 2300 કરોડના વસુલ કરેલ પ્રિમીયમ સામે રૂ. 1234 કરોડ વીમા પેટે ચુકવણું કર્યું.
વર્ષ 2017માં રૂ. 3152 કરોડના વસુલ કરેલ પ્રિમીયમ સામે રૂ. 1060 કરોડ વીમા પેટે ચુકવણું કર્યું.
વર્ષ 2018માં રૂ. 3259 કરોડના વસુલ કરેલ પ્રિમીયમ નામે રૂ. 1075 કરોડ વીમા પેટે ચુકવણું કર્યું.
વર્ષ 2019માં રૂ. 3473 કરોડના વસુલ કરેલ પ્રિમીયમ સામે રૂા. 111 કરોડ વીમા પેટે ચુકવણું કર્યું.

ત્યારે સરકારના જણાવ્યા અનુસાર રૂ. 14,125 કરોડના વીમા પાત્ર દાવાઓ હજુ ચુકવવાના બાકી છે. આ દવાઓનું ચુકવણું ત્વરિત કરવામાં આવે, તેવી રજુઆતમાં માંગણી કરવામાં આવી છે.

- text