મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 25 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા

- text


મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી બુધવારે રાત્રી દરમ્યાન કુલ 25 લોકો સામે કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી બી ડીવી.ના પોલીસ સ્ટેશનના ગેંડા સર્કલ પાસેથી 1, તથા માળીયા ફાટક ચોંક પાસેથી 3 લોકોને કર્ફ્યુ ભંગ સબબ ઝડપી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી સીટી એ. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પખાલી શેરી મેઈન રોડ પરથી કર્ફ્યુ દરમ્યાન પ્રોવિઝન સ્ટોર ખુલ્લું રાખનાર 1, ગાંધી બજાર પાસેથી 1, ગ્રીન ચોક પાસેથી 1, તથા નાની બજાર પાસેથી 2 લોકોએ કર્ફ્યુ ભંગ કરતા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. જયારે મોરબી તાલુકાના લીલાપર ગામ નજીકથી 1 અને પીપળીયા ચાર રસ્તા પાસેથી 1 નાગરિકને કર્ફ્યુ ભંગ સબબ પોલીસે ઝડપી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

- text

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીન ચોકમાંથી 4, ભમ્મરિયા કુવા પાસેથી 3, અને પુલ દરવાજા પાસેથી કર્ફ્યુ ભંગ સબબ 3 નાગરિકો સામે પોલીસે કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. જયારે ટંકારાની લતીપર ચોકડી પાસેથી 1 અને હળવદ સરારોડ પરથી 2, શરણેશ્વર મંદિર પાસેથી 1, અને આનંદપાર્કમાંથી 1 નાગરિકને કર્ફ્યુ ભંગ બદલ કલમ 188 હેઠળ ઝડપી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. આમ મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 25 લોકો સામે કર્ફ્યુ ભંગ બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

- text