નવી જોગડ (રામેશ્વર) ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

- text


આરોપીઓ પાસેથી રોકડ રૂ. 13,000 જપ્ત કરાયા

હળવદ : હળવદ તાલુકાના નવી જોગડ (રામેશ્વર) ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 13,000 કબ્જે કર્યા છે.

- text

ગઈકાલે તા. 8ના રોજ પોલીસ દ્વારા નવી જોગડ (રામેશ્વર) ગામે રામજીમંદીર તરફ જવાના રસ્તે ખુણામા ખુલ્લામા સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર છ શખ્સોને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 13,000 જપ્ત કરવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ વનરાજસિંહ દેવુભા જાડેજા, બાબુભાઇ ચતુરભાઇ લોદરીયા, શિવાભાઇ ડાયાભાઇ લકુમ, પરબતભાઇ નાનજીભાઇ ઢવાણીયા, ગુગાભાઇ માવજીભાઇ મજેઠીયા તથા વિઠાભાઇ કાનજીભાઇ મુલાડીયાની અટકાયત કરવામાં આવી છે.

- text