મોરબીના સામાકાંઠે બે સ્થળેથી જુગાર રમતા 11 ઝડપાયા

- text


બી ડિવિઝન પોલીસે બન્ને સ્થળેથી રૂ.55 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : અનલોકમાં તમામ પ્રકારની છૂટછાટ મળવાની સાથે જુગારીઓ પણ બેફામ બન્યા છે અને ઠેરઠેર પત્તા પેમીઓની જુગારની મહેફિલ જામી રહી છે. તેથી પોલીસે આવી જુગારની બદી ઉપર તવાઈ હાથ ધરી છે. જેમાં મોરબી બી ડિવિઝન પોલીસે આજે સામાકાંઠે બે સ્થળે જુગારની રેડ કરીને જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને રૂ.55 હજારથી વધુને મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ જુગારની રેડની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડિવિઝન પીઆઇ આઈ એમ કોઢિયાની સુચનાને પગલે બી ડિવિઝન સ્ટાફે આજે સામાકાંઠે પેટ્રોલીગ દરમિયાન નટરાજ ફાટક નજીક આવેલ કેસરબાગ અંદર પાણીની ટાંકી પાસે જુગાર રમતા કિરણભાઈ પરસોતમભાઈ વાઘેલા, માણસુરભાઈ આલાભાઈ ગરચર, જનકભાઈ અનંતભાઈ દેવમુરારી, રાજુભાઇ લાભુભાઈ વાઘેલાને કુલ રૂ.33,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે બીજી જુગારની રેડમાં બી ડિવિઝન પોલીસે ગાંધી સોસાયટી પાસેની વાડીમાં જુગાર રમતા વસંતભાઈ ગોવિદભાઈ ચાવડા, દાઉદભાઈ અબ્દુલભાઇ જૂણેજા, ચંદુભાઈ પોપટભાઈ સીરોયા, નાથાભાઇ વિરાજીભાઈ રાઠોડ, મહેશભાઈ બાબુભાઇ પરમાર, અફઝલભાઈ અકબરભાઈ સમા, જયેશભાઇ ઇસરદાન ગઢવીને કુલ રૂ.22,060 ના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

- text