મોરબી : શંકાસ્પદ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા શંકાસ્પદ મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન શોભેશ્વર રોડ, કુબેર ટોકીઝ પાસે, રોડ ઉપર આવતા એક ઇસમ પોલીસને જોઇ મોટર સાઇકલ લઇ શંકાસ્પદ હાલતમાં નીકળી રહ્યો હતો. જેને રોકી ચેક કરી તેની પાસે રહેલ મોટર સાઇકલ જોતા હોન્ડા કંપનીનું ટવીસ્ટર મોટર સાઇકલ નંબર GJ-36-M-0820 ની નંબર પ્લેટવાળુ હતું. જે નંબર પ્લેટની મોબાઇલમા પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા ખરાઇ કરતા આ નંબર હકિકતમાં સ્પેલન્ડર પ્લસ બાઈકની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી, આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.વ.૨૧, ધંધો-રી.ડ્રા., રહે. રણછોડનગર, સાઇબાબાના મંદીર પાસે, મોરબી)ને બાઈક બાબતે પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ બાઈક ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાયુ હતું. આરોપી પાસેથી મળી આવેલ હોન્ડા ટવીસ્ટરની કિ.રૂ.12,000 કબ્જે કરી આરોપીની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text