મોરબી : એક દિવસમાં બે પોઝિટિવ કેસ બાદ ગઈકાલના 60 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસના પગપેસારો કન્ટ્રોલમાં હતો. આંગળીના વેઢે ગણાય તેટલા કેસ નોંધાયા હતા. અને એ તમામ દર્દી પણ રિકવર થઈ ગયા હતા. ત્યાં ગઈકાલે મંગળવારે મોરબી જિલ્લામાં એક સાથે બે કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

- text

ત્યારે એક જ દિવસમાં હળવદ અને મોરબીના રવાપરમાં પોઝિટિવ કેસ નોંધાવાની વચ્ચે ગઈકાલે મંગળવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં લેવાયેલા 60 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text