માર્કેટમાં ચીનના આક્રમણને રોકવાનો ફૂલપ્રુફ એક્શન પ્લાન આપતા અજંતા-ઓરેવાના સુપ્રીમો

- text


  • ચાઇનાની પ્રોડક્શન કોસ્ટ ભારત કરતા માત્ર 7થી 8 ટકા જેટલી જ ઓછી છતાં ઇન્ડિયન માર્કેટમાં ચીનની પ્રોડક્ટ ઓછા ભાવે મળવા પાછળ અન્ડર ઇનવોઇસ, ઓછી ક્વોન્ટીટી બતાવવી અને મિસ ડીકલેર પ્રોડક્ટ સહિતના ટેક્સ ચોરીના કિમીયાઓ કારણભૂત


  • અજંતા- ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલે ઉંડાણપૂર્વકના સંશોધન બાદ વડાપ્રધાનને લખ્યો પત્ર : આ પત્રમાં ભારતીય ઉદ્યોગોને વિકસાવવાનો ગેરેન્ટી સાથેનો સુઝાવ


મોરબી : હાલ ઇન્ડિયન માર્કેટ ઉપર ચીનનું આક્રમણ રોકવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે મોરબીના ઓરેવા- અજંતા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ પણ છેલ્લા ઘણા સમયથી ઊંડાણપૂર્વકના સંશોધનમાં કામે લાગ્યા હતા. અંતે તેઓએ આ સમસ્યા નિવારવાનો ફુલપ્રુફ એક્શન પ્લાન બનાવી નાખ્યો અને અને તે પ્લાનનો વડાપ્રધાનને સૂચન સ્વરૂપે પત્ર લખ્યો છે.

આ અંગે વિગતો આપતા અજંતા- ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના એમડી જયસુખભાઈ પટેલે જણાવ્યું કે ઇન્ડિયા અને ચાઇનાની પ્રોડક્શન કોસ્ટ માત્ર 7થી 8 ટકાનો જ ફેર છે છતાં ઇન્ડિયામાં ચાઇનાની પ્રોડક્ટ 25 ટકા જેટલા નીચા ભાવે વેચાઈ છે. ચાઈનાની પ્રોડક્ટ ઇન્ડિયામાં ઓછી વેલ્યુ અથવા ઓછી ક્વોન્ટીટી બતાવી તેમજ લો ડ્યુટીની પ્રોડક્ટ ડિકલેર કરીને ઘુસાડવામાં આવે છે. અને બે નંબરમાં એટલે કે વિથ આઉટ બિલ તે પ્રોડક્ટ વેચવામાં આવે છે. આમ ચાઈનાનો માલ ભારતમાં સરળતાથી ઓછા ભાવે વેચાઈ છે.

- text

આ સમસ્યાનું સમાધાન જોઈએ તો કસ્ટમમાં જયારે ચાઇનાનો માલ આવે છે. પોર્ટ ઉપર ત્યારે તે માલની વેલ્યુ અને એની ઉપર લાગતી ગવર્નમેન્ટની ડ્યુટી બધાનો ટોટલ કરી એક નિયમ બનાવવામાં આવે અને તેની ઉપર 20થી 25 ટકા વેલ્યુ એડિશન કરીને ઇ ઓક્શનમાં તે પ્રોડક્ટને જાહેર કરવામાં આવે. બાદમાં તેમાંથી ઇન્ડિયાની કોઈ પણ વ્યક્તિ ગેરરીતિમાં પકડાયેલો આ માલ કાયદાકીય રીતે ખરીદી શકે છે. આમ કરવાથી ઇમ્પોર્ટર ખોટી રીતે ગેરરીતિથી માલ મંગાવવાનું બંધ કરી દેશે. માર્કેટમા ચાઈનાની પ્રોડક્ટ ઇન્ડિયન પ્રોડક્ટના ભાવે મળતી થશે એટલે લોકો ઇન્ડિયન વસ્તુ જ ખરીદશે એટલે અહીંના ઉદ્યોગ આગળ આવશે અને કરોડો લોકોને રોજગારી પણ મળશે.

અંતમાં તેઓએ જણાવ્યું કે ઇકોનોમી ત્યારે જ આગળ વધશે જ્યારે વધુમાં વધુ લોકો પાસે રોજગાર હોય. અને તેઓની પાસે વધુ ખરીદ શક્તિ હોય. તો જ માર્કેટમાં ડિમાન્ડ આવશે. આજે ચાઇનાથી થતું ગેરકાયદેસર અને ટેક્સચોરી કરેલ ઈમ્પોર્ટ દેશની સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીઝને ખતમ કરે છે. અને એજ રીતે ઇ કોમર્સ જે આજે દેશના નાના રિટેલર્સનો બિઝનેશ ઓછો કરતા જાય છે. ઇ કોમર્સમાં વેચાણ થતી 90 ટકા પ્રોડક્ટ મેડ ઇન ચાઇના છે. જે બધા જાણે છે. ચાઈનાથી થયું ઈમ્પોર્ટ કાયદેસર રીતે થાય તો ભારતના ઉદ્યોગો તેની સાથે હરીફાઇ કરી શકે તેમ છે. માટે ગેરકાયદે થતું ઈમ્પોર્ટ શક્ય તેટલું વહેલું બંધ કરાવવું જરૂરી છે.


નવી પદ્ધતિ અપનાવવાથી થશે આટલા ફાયદા

  • સરકારની અબજો રૂપિયાની ઇન્કમ જેવી કે કસ્ટમ ડ્યુટી, IGST, GST, ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રકારના વિરોધ વગર ખૂબ જ મોટો વધારો થશે.

  • ઇન્ડિયામાં આવેલ માઈક્રો, સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ ચાઈનાની પ્રોડક્ટ સામે આરામથી હરીફાઈ કરી શકશે.

  • નવું રોકાણ સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે અને નવી રોજગારી ઉભી થશે.

  • સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ વાળા વધારેમાં વધારે લોકોને રોજગાર આપશે અને કેપેસિટી તેમજ નવો વર્ક ફોર્સ વધારશે.

- text