મોરબી જીલ્લાના કન્ટેઈન્મેન્ટ ઝોનોમાં આયુર્વેદિક દવાનું વિતરણ

- text


મોરબી : મોરબી જીલ્લાનાં હળવદ અને રવાપરમાં કોરોના પોઝીટીવ કેસ આવતાં જ તકેદારીનાં ભાગરુપે આયુષની કચેરી- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવીયાની સૂચના મુજબ સરકારી આયુર્વેદ દવાખાનુ સુસવાવના મેડીકલ ઓફીસર વૈદ્ય જયેશ ગરધરીયા તથા વૈદ્ય વિરેન ઢેઢી દ્વારા હળવદનાં દંતેશ્વર દરવાજા કન્ટેનમેન્ટ ઝોન તથા આસપાસના ઘરોમાં તેમજ મોરબી રવાપરના શુભપેલેસમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક વર્ધક આયુર્વેદિક દવાઓ તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

આ ઉપરાંત, વૈદ્ય પ્રવિણ વડાવિયા તથા વૈદ્ય જયેશ ગરધરીયા અને વૈદ્ય વિરેન ઢેઢીએ જણાવ્યું હતું કે અન્ય વ્યક્તિઓ પણ આયુર્વેદિક હર્બલ ટીનો સહારો લઇ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. તે માટે કાળી દ્રાક્ષ , તુલસી, ફૂદીનો, તજ, કાળામરી અને સુંઠ લઇ ૫૦૦મિલિ પાણીમાં ઉકાળી અને સ્વાદાનુસાર થોડું લીંબુ ઉમેરી સવાર સાંજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત ચવનપ્રાશ તથા હળદળયુક્ત દૂધ પણ ઉપયોગી થાય છે.

- text