મોરબીમાં રવિવારે વધુ 49 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

- text


 

મોરબી : મોરબીમાં કોરોના ટેસ્ટ માટે આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે વધુ 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ સોમવારે આવશે.

- text

આજે રવિવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં રૂટિન સ્ક્રીનીંગ માટે વધુ 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આમાં કોઈ શંકાસ્પદ દર્દીનો સમાવેશ થતો નથી. મોરબી જિલ્લામાં છેલ્લા દશેક દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પુલ સેમ્પલિંગ સંદર્ભે રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. આજે રવિવારે લેવાયેલા 49 સેમ્પલનો કોરોના રિપોર્ટ કાલે સોમવારે આવશે.

- text