રાહત યથાવત : બુધવારે લેવાયેલા 124 લોકોના સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ

- text


રાજકોટ દાખલ શંકાસ્પદ દર્દી મોરબીના સામાંકાઠે રહેતા 52 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે બુધવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 124 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના રિપોર્ટ પણ આજે નેગેટિવ જાહેર થતા મોરબી જિલ્લામાં કોરોના બાબતે રાહત યથાવય રહી હતી.

મોરબી જિલ્લામાં માસ સેમ્પલિંગ અંતર્ગત બુધવારે મોરબી જિલ્લાની અલગ અલગ સરકારી હોસ્પિટલમાં 123 લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ મોરબીના સામાંકાંઠેના રહેવાસી 52 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ રાજકોટ ખાતે લેવામાં આવ્યા હતા. આમ ગઈકાલે કોરોના ટેસ્ટ માટે મોરબી જિલ્લાના કુલ 124 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text