મોરબીની સબ જેલમાં કેદીઓ અને જેલ સ્ટાફના સેમ્પલ લેવાયા

- text


પેરોલ ઉપર છૂટેલા કેદીઓને સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય અપાઈ

મોરબી : મોરબીમાં કોરોના ટેસ્ટ માટે આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે મોરબીની સબ જેલમાં કેદીઓ અને જેલ સ્ટાફના માસ સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય વિભાગના અધિક્ષક ડો. જે. એમ. કતીરા અને ડૉ. સી. એલ. વારેવડીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા મોરબીની સબ જેલ ખાતે જેલના શરદી, ખાંસીના લક્ષણો ધરાવતા કેદીઓ અને 60 વર્ષથી મોટી ઉંમરે ધરાવતા તમામ કેદીઓ તેમજ જેલ સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ માટે આર.ટી-પી.સી.આર રિપોર્ટ માટે સેમ્પલો લેવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત, મોરબી સબ જેલ ખાતે HPCની ગાઇડ લાઇન મુજબ વચગાળા-પેરોલ રજા ઉપર છુટેલ પાકા કામના કેદીઓને આર્થિક સહાયરૂપ થવા માટે મોરબી સબનાં અધિક્ષક ચાવડા દ્વારા સામાજીક સંસ્થાઓનો સંપર્ક કરી સંસ્થા દ્વારા આર્થિક સહાયરૂપે જરુરીયાતમંદ બે કેદીઓને રૂ. ૫૦૦૦ આર્થિક સહાય કરવામાં આવી છે. પેરોલ ઉપર છૂટેલા કેદીઓને ઘર ચલાવવામાં આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી સબનાં અધિક્ષકના પ્રયાસોથી સામાજીક સંસ્થાઓએ કરેલી આર્થિક સહાય સરાહનીય છે.

- text