માળિયાના વીર વિદરકા ગામે ખેડૂત પ્રશ્ને સોશિયલ નેટવર્કના માધ્યમથી નવતર આંદોલન

- text


યુવાને પ્રતીક ઉપવાસ કરીને ખેડૂતોની વિવિધ માંગણીઓને બુલંદ બનાવી

માળીયા : માળિયા મીયાણાના વિર વિદરકા ગામે હાલ ગુજરાતભરની સાથે સોશિયલ નેટવર્કના માધ્યમથી ખેડૂતોના પ્રશ્ર્ને ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે. જેમા વીર વિદરકા ગામના યુવાને આજે ખેડૂત સમર્થનમા એક દિવસ ના ઉપવાસ કરીને ખેડૂતોને પાકવિમાનું વળતર આપવા, ખેડૂતોનું દેવું માફ કરવા સહિતની માંગ ઉઠાવી હતી.

- text

જગતતાતના આ ડિજિટલ આંદોલનના સમર્થનમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અલગ અલગ જગ્યાએથી રોજ ઓછામા ઓછા એક ખેડૂત ઉપવાસ કરી સમર્થન આપે તેવી સોશિયલ નેટવર્કિંગ પર હાકલ કરાતાની સાથે આજે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વીર વિદરકા ગામેં દિપકભાઈ ગઢવી એક દિવસના પ્રતીક ઉપવાસમાં બેઠા છે. જગતાત ખેડૂતો ઘરમાં કે ખેતરમાં જ પ્રતિક ઉપવાસ કરીને પોતાની માંગણીઓને બુલંદ બનાવી છે. જેમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું અને પાકવીમાના નાણાં ચૂકવી આપવા માટે ખેડૂતોનું ઉપવાસ આંદોલન કોરાનાની મહામારીમા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી ડીઝીટલ રીતે આગળ ધપી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વીર વિદરકાથી ઉપવાસમાં દિપકભાઈ ગઢવી જોડાયા છે. અને ખેડૂત આગેવાનો જે.કે.પટેલ, ભરતસિંહ ઝાલા અને ગુજરાત ભરમાંથી જોડાયેલ ખેડૂતો સાથે છીએ અને લડતમા સાથ સહકાર આપવા ટેકો જાહેર કર્યો હતો.

- text