મોરબીમાં અમદાવાદથી મંજૂરી વિના આવેલી યુવતી સામે ગુનો નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં બહારથી કોઈ વ્યક્તિ મંજૂરી વગર પ્રવેશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદથી પરમિશન વગર શહેરમાં આવેલ એક યુવતી સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી શહેરના વીશીપરા વિસ્તારમાં આવેલ નીધી પાર્કમાં રહેતા શાહરૂખભાઇ યુનુસભાઇ શેખના પત્ની મીસ્બાબેન (ઉ.વ. 22) અમદાવાદના જુહાપુરા વિસ્તારથી મોરબી આવ્યા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. આ બનાવની ગઈકાલે તા. 16ના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી હતી. તેમજ પોલીસે મીસ્બાબેન સામે મોરબીના જાહેરનામાનો ભંગ કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા બદલ ગુનો નોંધ્યો હતો. અને આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધા હતા.

- text