મોરબીના ખારચિયા ગામે દૂધ ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો

- text


મોરબી : મોરબીના ખારચિયા ગામે દૂધ ભરેલો ટ્રક ઓચિંતા પલ્ટી મારી ગયો હતો. જેથી, દૂધ રેલમછેલમ થઈ ગયું હતું. આ બનાવની સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના ખારચિયા ગામે આજે સવારે એક દૂધ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે સમયે ટ્રકના ડ્રાઇવરે અચાનક કોઈ કારણોસર ટ્રકના સ્ટિયરિંગ પરથી કાબુ ગમુવતા દૂધ ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ટ્રકમાં 2 ટન જેવું દૂધ ભરેલું હોવાનું જાણવા મળે છે. ટ્રક પલ્ટી જતા આ તમામ દૂધ રસ્તા ઉપર ઢોળાઈ ગયું હતું. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

- text