મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સની પરીક્ષાનું 82.41 ટકા પરિણામ જાહેર

- text


એક માત્ર નવયુગ સંકુલના ત્રણ વિધાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા : નવયુગ શૈક્ષણિક સંકુલમાં ખુશીનો માહોલ

મોરબી : લોકડાઉન વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સની પરીક્ષાનું 82.41 ટકા જેવું જ્વલંત પરિણામ આવ્યું છે. જો કે એ-વન ગ્રેડમાં એક માત્ર નવયુગ સંકુલના ત્રણ વિધાર્થીઓ આવ્યા છે.

આજે ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું જાહેર થયેલા પરિણામમાં મોરબી જિલ્લામાં ધો.12 સાયન્સના ત્રણ વિધાર્થીઓ મેદાન મારીને એ-વન ગ્રેડ મેળવ્યો છે. જોકે આ ત્રણેય વિધાર્થીઓ નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ સ્કૂલના છે. ત્રણ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડીને નવયુગ સંકુલનો દબદબો જાળવી રાખ્યો છે. જેમાં નવયુગ સ્કૂલના વિધાર્થીઓ ગોધાણી ચાંદનીએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 99.99 પીઆર, માકાસણા હેતવીએ 99.99 પીઆર અને છગાણી કુણાલે 99.97 પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. નવયુગ સ્કૂલના ત્રણ વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં એવન ગ્રેડ મેળવીને જિલ્લાનું અને સ્કૂલનું ગૌરવ વધારતા નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી.ડી.કાંજીયાએ ભારે હર્ષ સાથે આ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સની પરીક્ષાનું 82.41 ટકા પરિણામ જાહેર થયું તે મોરબી જિલ્લામાં માટે ગોરવરૂપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવયેલી ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા મોરબી જિલ્લાના 2274 વિધાર્થીઓએ આપી હતી.

- text