મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં જુગાર રમતા 12 ઝડપાયા

- text


મોરબી તાલુકા પોલીસે સ્થળ પરથી રૂ.10,330 ની રોકડ કબ્જે કરી

મોરબી : મોરબીમાં લોકડાઉન છતાં જાહેરમાં ગોળ કુંડાળું વળીને અમુક લોકોની જુગાર રમવાની કુટેવ ન છૂટતા પોલીસે પણ ઘોંસ યથાવત રાખી છે. જેમાં આજે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ભડીયાદ ગામે જાહેરમાં જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ મોરબી તાલુકા પોલીસે સ્થળ પરથી રૂ.10,330 ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના ભડીયાદ ગામે લોકડાઉન વચ્ચે જુગારની રેડની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ આજે બાતમના આધારે મોરબી તાલુકાના ભડીયાદ ગામે આદ્યશક્તિ મીલ પાસે ખુલ્લી જગ્યાએ જાહેરમાં રમતા જુગાર પર ત્રાટક્યો હતો અને તાલુકા પોલીસે આ સ્થળે જાહેરમાં ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા રસીકભાઈ ભીખાભાઈ ધોળકિયા, હરજીભાઈ લાભુભાઈ રૂદાતલા, નવઘણભાઈ લખમણભાઈ ઇટોદરા, ગોપાલભાઈ જેસિંગભાઈ ઝાંઝવાડિયા, પ્રભુભાઈ લાભુભાઈ રૂદાતલા, મનસુખભાઇ જીવણભાઈ કારેલીયા, પ્રકાશભાઈ દશુભાઈ ઝાંઝવાડિયા, સંજયભાઈ રવજીભાઈ કગથરા, રાજુભાઈ જેરામભાઈ બોરતરિયા, કાનજીભાઈ દેવાભાઈ મૂછડીયા, જીવણભાઈ દેવજીભાઈ કારેલીયા, દેવજીભાઈ બાબુભાઇ કડીવારને રૂ.10 ,330 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ સામે પોલીસે જુગારધારા અને કોરોનાના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text