અમરાપરમાં ઝેરી દવા પી લેતા તરુણીનું મોત

- text


મોરબી : અમરાપર (નાગલપર) ગામમાં રહેતા રવજીભાઇ વાલાભાઇ જખાણીયાની 14 વર્ષની દીકરી પુજાબેને ગઈકાલે તા. 16ના રોજ અજાણ્યા કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની નોંધ ગામના સરપંચ નવધણભાઇ રધુભાઇ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

- text