મોરબી માટે રાહતના સમાચાર : શુક્રવારના માસ સેમ્પલિંગના તમામ રિપોર્ટ નેગેટિવ

- text


253ના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા હતા : 8 જેટલા સેમ્પલ રિજેક્ટ બાકીના તમામ રિપોર્ટ નેગેટિવ જાહેર થતા મોટી રાહત : માસ સેમ્પલિંગની કામગીરી હમણાં ચાલુ રખાશે

મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ વખત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે શુક્રવારે માસ સેમ્પલિંગ લેવામાં આવ્યું છે. જેના અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર આજે કુલ 253 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 8 જેટલા સેમ્પલ રિજેક્ટ થયા હતા અને બાકીના કુલ 245 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ હમણાં માસ સેમ્પલિંગ લેવાનાનું ચાલુ રાખશે.

- text

આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે અચાનક માસ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો ન હોય તેવા લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં મોરબી સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર પુલ સેમ્પલિંગ સંદર્ભે 252 સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં મોરબી સિવિલમાં ડે. કલેકટર, મામલતદારો, તલાટીઓ તેમજ શ્રમિકો માટેની કામગીરીમાં રોકાયેલા તંત્ર વાહકો સહિતના 99 લોકો, હળવદમાં 28, વાંકાનેરમાં 2 અને જેતપર મચ્છુ આરોગ્ય કેન્દ્રમાં 30, માળિયામાં 20, ચરાડવા કેન્દ્રમાં 20, લુણસરમાં 10, ટંકારામાં 20, મોરબી સો-ઓરડી કેન્દ્રમાં 13 તેમજ આયુસ હોસ્પિટલમાં 10 સહિત 252 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગઈકાલે મોરબી સિવિલમાં એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું. આમ કુલ 253 સેમ્પલ જામનગર રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાંથી આજે 8 સેમ્પલ રિજેક્ટ થયા હતા અને બાકીના 245 તમામ સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા મોરબીના તંત્રએ રાહતનો દમ લીધો છે. માસ સેમ્પલિંગમાં સમગ્ર જિલ્લામાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા તે મોરબી જિલ્લા માટે મોટી રાહતની વાત છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે માસ સેમ્પલિંગ લેવાની કામગીરી હમણાં ચાલુ રાખવામાં આવશે. જેમાં આજે શનિવારે વધુ 202 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલે રવિવારે આવશે.

- text