એસપી ડો. કરનરાજ વાઘેલાની ટંકારામાં સરપ્રાઈઝ વિઝીટ : સમગ્ર સ્થિતિની કરી સમીક્ષા

- text


 

ટંકારા : ટંકારામાં આજે ડો. કરનરાજ વાઘેલાએ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જેમાં તેઓએ લોકડાઉનના પાલન તેમજ બંદોબસ્ત સહિત સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી અને પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

- text

આજે મોડી સાંજે ટંકારાની બજારમા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાધેલાએ સર્પ્રાઇઝ વિઝિટ કરી લોકડાઉનનુ પાલન અને બંદોબસ્તની ચકાસણી કરી હતી.જેમા મેઈન બજારથી ઉગમણા નાકા ગાયત્રીનગર, મોરબી નાકા, લતીપર ચોકડીની ચેક પોસ્ટ પર તૈનાત જવાનોની કામગીરીની તપાસણી કરી હતી અને જરૂરી સુચનો કર્યા હતા આ તકે પીઆઇ પી.કે. લિલા, થાણા અધિકારી એલ.બી. બગડા સહીતના સાથે રહી અગ્રણી સાથે કોરોના સંદર્ભે પણ વાતચીત કરી સહકાર આપવા જણાવ્યું હતું.

- text