મોરબીમાં ગેરકાયદે પ્રવેશ યથાવત : અમદાવાદમાંથી યુવક આવતા ગુનો નોંધાયો

- text


મોરબી : હાલમાં લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લાફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા ભરતભાઈ સવજીભાઈના ભાઈ જયેશભાઇ (ઉ.વ. 23) અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા હતા. તે મોરબીમાં ભરતભાઈના ઘરે આવ્યાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તેથી, બંને ભાઈઓ સામે વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલા છે.

- text