હળવદના વેગડવાવ ગામે શેઢાની તકરારમાં બે ભાઈઓ બાખડયા : સામસામી ફરિયાદ

- text


હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે શેઢા પાડોશી બે ભાઈઓ વચ્ચે શેઢાની તકરારમાં મારામારી થઈ હતી અને બન્ને ભાઈઓના પરિવાર બાખડી પડ્યા બાદ બન્નેએ એકબીજાને માર માર્યો હોવાની સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના નવાપુરા ગામે રહેતા રવજીભાઈ ઠાકરશીભાઈ કણજારીયાએ તેમના ભાઈ ઘનશ્યામભાઈ ઠાકરશીભાઈ દલવાડી અને ચંદ્રેશભાઈ ઘનશ્યામભાઈ દલવાડી તેમજ રંજનબેન ઘનશ્યામભાઈ દલવાડી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે બન્ને ભાઈઓ વેગડવાવ ગામે શેઢા પહોશી હોય શેઢાની તકરાર થતા આરોપીએ ઉશ્કેરાઇ જઈને ફરિયાદી તથા તેમના પત્ની વસંતબેન અને વિપુલને પાવડાથી માર માર્યો હતો. સામાપક્ષે ઘનશ્યામભાઈ ઠાકરશીભાઈ કણજારીયાએ તેમના ભાઈ રવજીભાઈ ઠાકરશીભાઈ કણજારીયા અને તેમની પત્ની વસંતબેન તથા હિતેશભાઈ રવજીભાઈ દલવાડી સામે વળતી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text