મહેન્દ્રગઢ ગામથી ખેવળીયા ગામના રસ્તાને ડામરથી મઢવા માંગ

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના મહેન્દ્રગઢ ગામથી ખેવળીયા ગામના રસ્તાને ડામરથી મઢવા બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- text

આ રજુઆતમાં જણાવેલ છે કે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામથી ખેવળીયા ગામને જોડતો રસ્તો ખુબ જ ખરાબ હાલતમાં છે. આ રસ્તાનો ઉપયોગ ખેવળીયા બરવાળા રોડ ઉપર ચાલતી ફેકટરીમાં જતાં મજૂરો કરે છે. તેમજ મહેન્દ્રગઢ ગામના વિધાર્થીઓ કે જે બરવાળા ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ હાલમાં પીપળીયા થઈને મેઇન રોડ પરથી સાઇકલ કે સ્કૂટર દ્વારા જાય છે. તેઓને અકસ્માતનો ભય રહેલો છે. જો આ રસ્તો સરખો થઈ જાય તો આ વિધાર્થીઓને ટુકો અને સારો રસ્તો મળે અને ટ્રાફિક ના હોવાથી અકસ્માતનો ભય પણ ના રહે. આથી, આ બે ગામને જોડતા રસ્તાને ડામરથી મઢવામાં આવે. તેવી અપીલ કરવામાં આવેલ છે.

- text