મોરબીથી વતન જવા માટે ચાલીને વધુ 250 શ્રમિકો હળવદ પહોંચ્યા

- text


ગઈકાલે 150 અને આજે 250 મળીને કુલ 400 શ્રમિકો હળવદના જીન વિસ્તારમાં ફસાયા

હળવદ : મોરબી જિલ્લામાં તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે શ્રમિકો પગપાળા વતન જવા મજબૂર બન્યા છે. જેમાં ગતરાત્રે મોરબીથી વધુ 250 શ્રમિકો પગપાળા વતન જવા નિકળા હતા અને વાહનની વ્યવસ્થા ન હોવાથી આ તમામ શ્રમિકો હાલ હળવદમાં ફસાયા હતા. જોકે ગઈકાલે 159 થી વધુ અને આજે 250 મળીને કુલ 400 શ્રમિકો હળવદના જિન વિસ્તારમાં અટવાયા છે. વતન જવા મજબુર બનેલા આ શ્રમિકોએ વાહનની વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ મદદનો પોકાર કર્યો છે.

- text

મોરબીથી હળવદ તરફ વતન જવા પરપ્રાંતિયોનો અવિરતપણે ઘસારો યથાવત રહ્યો છે. જેમાં ચાર દિવસ પહેલા મોરબીથી 150 થી વધુ શ્રમિકો પોતાના બાળકો સહિત પરિવારો સાથે વતન જવા ચાલીને નીકળ્યા બાદ હળવદમાં ફસાઈ ગયા હતા..જ્યાં આ શ્રમિકોને રહેવા જમવાની સુવિધા ન થતા આ શ્રમિકો ચાર દિવસથી ભૂખ તરસ વેઠી રહ્યાં છે અને આ શ્રમિકોની દયનિય હાલત થઈ ગઈ છે. ત્યાં જ આજે વધુ શ્રમિકો હળવદમાં પહોંચીને અટવાઈ ગયા છે. જેમાં મોરબીથી ગતરાત્રે 250 થી વધુ શ્રમિકો પોતાના બાળકો અને પરિવારજનો સાથે વતન જવા ચાલીને નીકળ્યા હતા અને હળવદ આજે પહોંચી ગયા હતા. પણ હળવદથી વાહનની વ્યવસ્થા ન થતા ઝારખંડ, યુપી, બિહાર પગપાળા લાંબો પંથ કાપવો અશક્ય હોવાથી હાલ હળવદના જીન વિસ્તારમાં ફસાઈ ગયા છે. હળવદના જિન વિસ્તારમાં હાલ કુલ 400 થી વધુ શ્રમિકોની કફોડી હાલત થઈ ગઈ છે. જોકે હાલ તો આ શ્રમિકોના જમવા અને પાણીની સુવિધાઓ પુરી પાડવા જુદીજુદી સંસ્થાઓ વહારે આવી છે. પણ તંત્ર આ અંગે નક્કર આયોજન કરે તેવી શ્રમિકોએ માંગ કરી છે.

- text