મોરબીમાં શાકભાજી વેંચતા લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરાયું

- text


પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બેસતા શાક બકાલીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરાયું

મોરબી : મોરબીમાં લોકડાઉન લાગુ થયું ત્યારથી નહેરુગેટ ચોકમાં બેસતા શાક બકાલીઓને પોલીસ પરેડ ગ્રાઈન્ડમાં ખસેડી દેવામાં આવ્યા હતા. જો કે આ શાક બકાલીઓ ગામડેથી આવતા હોય તકેદારીના ભાગરૂપે આજે આરોગ્ય ટીમ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બેસતા શાક બકાલીઓનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના નહેરુગેટ ચોકમાં વહેલી સવારે ઘણા સમયથી ગામડેથી આવતા શાક બકાલીઓ બેસીને શાકભાજીનું વેચાણ કરે છે. પણ આ જાહેર જગ્યાએ ભીડનું અને ગંદકીનું જોખમ ટાળવા માટે લોકડાઉન લાગુ થતાની સાથે તંત્ર દ્વારા અહીંના શાક બકાલીઓને તેમજ શાક માર્કેટ બહાર બેસતા શાક બકાલીઓને પોલીસ પરેડ ગ્રાઈન્ડમાં ખસેડી દેવામાં આવ્યા હતા. જેમાં તંત્રએ શાક બકાલીઓ અને શાકભાજી ખરીદી કરવા આવતા લોકો વચ્ચે સામાજિક અંતર સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવી હતી અને ગામડેથી શાક બકાલીઓ વહેલી સવારે પોલીસ પરેડ ગ્રાઈન્ડમાં બેસીને શાકભાજીનું વેચાણ કરે છે. આ શાક બકાલીઓ ગામડેથી આવતા હોય તકેદારીના ભાગરૂપે આરોગ્ય ટીમ દ્વારા પોલીસ પરેડ ગ્રાઈન્ડમાં બેસતા તમામ શાક બકાલીઓને હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આરોગ્ય તંત્રની સાથે પાલિકા તંત્ર અને પોલીસની ટીમ જોડાઈ હતી.

- text