હોટસ્પોટ રાજકોટથી બે મહિલાઓ મોરબી આવતા ગુનો નોંધાયો

- text


મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે તંત્રની પરમિશન વિના બે મહિલાઓ રાજકોટથી મોરબી આવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે.

- text

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રહેતા અંજુમબેન દિલાવર દલવાણી અને કૌશર દિલાવર દલવાણી મોરબીના મચ્છીપીઠ પાસે મહેન્દ્રપરા શેરી નં ૦૭માં રહેતા તેના પિતા ઈબ્રાહીમ અલીભાઈ દલના ઘરે રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. જેથી, આરોપી ઈબ્રાહીમ દલે તેની દીકરીને બોલાવવા બદલ જાહેરનામાં ભંગ કરીને કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય આચર્યું હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલા છે.

- text