મોરબી જિલ્લામાં ગઈકાલે લેવાયેલા 13 સેમ્પલમાંથી 4 રિજેક્ટ : 9 નેગેટિવ

- text


વાંકાનેર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા પાંચ સેમ્પલમાંથી પણ બે લેબોરેટરી ટેક્નિશયનના સેમ્પલ રિજેક્ટ થયા : અન્ય સંપર્કમાં આવેલા મોરબીના ડોકટર સહિત 3ના રિપોર્ટ નેગેટિવ : રિજેક્ટ થયેલા સેમ્પલ ફરીથી લેવાશે

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે કુલ 13 લોકોના કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મોરબીના ડોકટર સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે. જોકે ગઈકાલના 13 સેમ્પલમાંથી 4 લોકોના સેમ્પલ બરાબર ના લેવાતા રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય 9 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મોરબીમાં ગઈ કાલે કુલ 13 સેમ્પલ લવાયા હતા. જેમાં વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 3 લેબોરેટરી ટેક્નિશયન, મોરબીના એક ડોક્ટર અને અન્ય મોરબીના એક વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. પરંતુ આ પાંચ માંથી વાંકાનેરના 2 લેબોરેટરી ટેક્નિશયનના સેમ્પલ રિજેક્ટ થયા હતા. અને બાકીના મોરબીના ડોક્ટર સહિતના 3ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં.

- text

આ ઉપરાંત ગઈકાલે વાંકાનેરના અદેપરની શંકાસ્પદ 20 વર્ષની યુવતી સહિત 8 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી પણ અદેપરની શંકાસ્પદ યુવતી સહિત બે સેમ્પલ રિજેક્ટ થયા હતાં. અને બાકીના 6 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આમ મોરબી જિલ્લામાં ગઈકાલે લેવાયેલા કુલ 13 સેમ્પલમાંથી 4 રિજેક્ટ થયા છે. અને 9ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે રિજેક્ટ થયેલા સેમ્પલ આજે ફરીથી લેવામાં આવશે. રિજેકટ થેયલા સેમ્પલમાં વાંકાનેરના બે લેબોરેટરી ટેક્નિશયન, અદેપરની યુવતી અને મોરબીની સિવિલમાં લેવાયેલા એક સ્ક્રીનીંગ સેમ્પલનો સમાવેશ થાય છે.

- text