મોરબી જિલ્લાના વધુ ચાર લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા

- text


આ ઉપરાંત વાંકાનેરના રિજેક્ટ થયેલા એ લોકોના ફરીથી સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે લેવાયેલા 13 સેમ્પલમાંથી 9 નેગેટિવ આવ્યા હતા અને 4 સેમ્પલ રિજેક્ટ થયા હતા. ત્યારે આજે મોરબી જિલ્લાના વધુ 4 લોકોના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવાયા છે. તેમના રિપોર્ટ કાલે બુધવારે આવશે.

મોરબી જિલ્લાના શંકાસ્પદ ચાર લોકોના લેવાયેલા સેમ્પલમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ 25 વર્ષની મોરબી શહેરની યુવતી, 27 વર્ષના હરબટીયાળી (ટંકારા)ના યુવાન તેમજ રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવારમાં આવેલા 37 વર્ષેના મોરબીના ઘુંટુ ગામના યુવાન અને 60 વર્ષના મોરબી શહેરના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાંકાનેરના રિજેક્ટ થેયલા 3 લોકોના આજે ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ કાલે બુધવારે આવશે.

- text

- text