મોરબીમાં કર્મકાંડી ભૂદેવોને જીવન નિર્વાહ માટે ધાર્મિક કાર્યો કરવાની છૂટ આપો : કલેકટરને રજુઆત

- text


મોરબી કર્મકાંડ પૌરોહિત્યમ પરિષદે કલેકટરને રજુઆત કરી

મોરબી : કોરોનામાંથી મુક્તિને કારણે ગીન ઝોન જાહેર થયેલા મોરબી જિલ્લામાં વધુ કેટલીક આંશિક છૂટછાટ આપવા આવી હોવાથી મોરબી કર્મકાંડ પૌરોહિત્યમ પરિષદે કલેકટરને રજુઆત કરીને મોરબીમાં કર્મકાંડી ભૂદેવોને જીવન નિર્વાહ માટે શરતોને આંધીન ધાર્મિક કાર્યો કરવાની છૂટ આપવાની માંગ કરી છે.

- text

મોરબી કર્મકાંડ પૌરોહિત્યમ પરિષદે કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લાના કર્મકાંડી ભૂદેવો કર્મકાંડ, શાંસ્ત્રોક્ત વિધિ વિધાન અને ધાર્મિક કાર્યો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ લોકડાઉનને કારણે શાંસ્ત્રોક્ત વિધિ વિધાન અને ધાર્મિક કાર્યો બંધ હોવાથી કર્મકાંડી ભૂદેવોની આર્થિક પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે અને કર્મકાંડી ભૂદેવો પોતાના કાર્યક્ષેત્રમાં વ્યવસાય હીન બની ગયા હોય હાલ ભારે આર્થિક સંકટમાં મુકાય ગયા છે. જ્યારે હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત થતા ગ્રીન ઝોન જાહેર થયો હોય આવી પરિસ્થિતિમાં યજમાન વૃત્તિ અને પૂજાપાઠ ઉપર નભતા કર્મકાંડી ભૂદેવોનું જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે તે માટે શરતોને આધીન તેઓને કર્મકાંડ, શાંસ્ત્રોક્ત વિધિ વિધાન અને ધાર્મિક કાર્યો કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે તેમજ મુખ્યમંત્રી દ્વારા શ્રમ અયોગ અને સમાજ કલ્યાણ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને આપતી સહાયમાં કર્મકાંડી ભૂદેવોનો સમાવેશ કરવાની અપીલ કરી છે. સાથેસાથે દરેક યજ્ઞ કાર્ય લોકડાઉનના નિયમ અનુસાર માસ્ક, સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે 8 થી 10 સભ્યોની ઉપસ્થિતમાં જ કરવાની શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા અને શાસ્ત્રી વિપુલભાઈ શુકલે ખાતરી આપી છે.

- text