મોરબી : લોકડાઉન દરમિયાન 2461 દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતી 108ની ટીમ

- text


મોરબીમાં 108 સ્ટાફે 35 સર્ગભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી : લોકડાઉન સતત ખડેપગે રહીને સેવા આપતા 108ની સેવાને આભારપત્રથી બિરદાવાઇ

મોરબી : મોરબીમાં લોકડાઉનના 45 દિવસમાં 108 ઇમરજન્સી સેવા ખડેપગે રહીને તમામ પ્રકારના દર્દીઓને મદદરૂપ બની છે. 108 ઇમરજન્સી સ્ટાફે લોકડાઉનમાં મહત્વની જવાબદારી નિભાવી છે. જેમાં લોકડાઉન દરમિયાન 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહીને 2461 લોકોનો પ્રાથમિક ઉપચાર કરીને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને પણ જરૂરી સાવચેતી સાથે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં 108ના જિલ્લા સુપરવાઈઝર ભોલા સોલંકી અને પોગ્રામ મેનેજર બિપિન ભટેરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ ફરજ બજાવી રહી છે.

- text

મોરબીમાં 108ની ટીમે ખાસ કરીને લોકડાઉનમાં અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલી સર્ગભાઓને ત્યાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી છે. આ રીતે 108 એ લોકડાઉનમાં અનેક વિસ્તારોમાં જઈને સ્થળ પરજ સગર્ભઓને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી છે. અત્યાર સુધીમાં 108ની ટીમે 35 સર્ગભાઓને નોર્મલ ડિલિવરી કરાવી છે. આ કિસ્સામાં ઘણી વખત એવું બન્યું હોય કે સર્ગભાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હોય પણ લોકડાઉનને કારણે અન્ય વાહનો ન મળતા હોસ્પિટલમાં પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. ત્યારે 108ને આવા બનાવની જાણ થતાં તરતજ દોડીને મામલો સાંભળી લે છે. ઘટનાસ્થળે પહોંચતા માલુમ પડે છે કે એ સર્ગભા મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં ઘણું મોડું થઈ જશે. આથી, 108ની ટીમ તરત જ નિર્ણય લઈને ત્યાં જ સ્થળ ઉપર પ્રસુતિ કરાવે છે. લોકડાઉન દરમિયાન સતત દોડતા રહીને લોકોની મહામૂલી જિંદગી બચાવવા મદદરૂપ થનાર સમગ્ર 108ની ટીમને થેન્ક યુનો લેટર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

- text