મોરબી : યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લો હાલ તો કોરોનામુક્ત છે. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે લોકોમાં શરદી, ઉધરસ, તાવ અને ગળામાં દુખાવા સહિતના લક્ષણો જણાય તો તેઓની તુરંત નોંધ લેવામાં આવી રહી છે. આજે રોહિદાસપરામાં રહેતા 32 વર્ષના એક યુવકમાં આવા લક્ષણો જણાતા આરોગ્ય વિભાગે તેને તુરંત જ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેના સેમ્પલ લીધા છે અને આ સેમ્પલ જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે.

- text